Thursday, 9 June 2016

Gujju husband

“એય..ઉઠને, થોડુક વોકિંગ કરી આવીએ!!”

“કેમ? હું તમને જાડી લાગુ છું?’

“ અરે જાડા હોય એ જ વોકીગ કરે એવુ થોડુ હોય! ચાલવા થી તબિયત સારી રહે! ફીટ રહેવાય”

“ તમને હું માંદિ લાગુ છું??”

“ તારે ન આવવું હો તો પડી રહે!!

“એટલે તમારું કહેવાનું એમ થાય છે ને હું આળસુ છું?!!”

“રેવા દે ને યાર! તું કોઈ વાત ને સમજતી નથી!

“  હું તો જાણે નાની કીકલી ! મને કાઇ જ સમજણ નથી પડતી !!

“ જો મેં એવું નથી કહ્યું!!”

“ એટલે હું ખોટું બોલું છું એમ ને?”

“ મગજની નસ ખેચવાની રેવા દેને!!’

“ મને કચકચણી કહો છો?

“એએએ મુક માથાકૂટ, મારે નથી જાવું વોકિંગ માં!”

‘જોયું? તમારી  જાવાની દાનત જ નહોતી! ખાલી ખાલી મસ્કા જ મારવા છે!

“ હે ભગવાન, તું જા સુઈ જા ! હું એકલો જ જાઉં છું!”

“ મને ખબર જ હતી, તમારે  એકલા એકલા જ બધે ફરવું છે ને એકલા એકલા જ જલસા કરવા છે!!”

“ રેવા દે હો હવે, હું થાક્યો, મારૂ માથુ ભમે છે!!”

“ જોયું? તમે કાયમી તમારી તબિયત નો જ વિચાર કરો છો, મારું તો ક્યારેય વિચારતા જ નથી!!"

આને ક્યા પોગવું???
😌😎😘

No comments:

Post a Comment